Phone: +91-7567959024 English English Gujarati Gujarati Hindi Hindi

મંદિર વિષે

દશામાઁ નો મઢ

આ મંદિર ગુજરાત માં વડોદરા શહેર માં મનનપાર્ક સોસાયટી , વાઘોડિયા રોડ , ડી -માર્ટ પાસે , સ્થિત વર્ષો જૂનું દશા માં નું મંદિર છે. જ્યાં બાળપણ થી સીતામાંને ચોસઠ જોગણીમાં (દશામાઁ ) હાજર હજુર છે.

નવા મંદિર ની સ્થાપના:

માતાજી ના નવા મંદિર ની સ્થાપના 20-04-2017 ના રોજ મનન પાર્ક સોસાયટી સામે કલાદર્શન પાછળ વાઘોડિયા રોડ , ડી -માર્ટ પાસે આવેલ દશામાં ના મંદિર ની સ્થાપના કરવામાં આવી તે મંદિર દશામાઁ નો મઢ તરીકે ઓળખાય છે. માતાજી ના મંદિર મા નવ મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી ( કાળકા માઁ , મેલડી માઁ , જોગણી માઁ , દશા માઁ , મહીસાગર માઁ , સંતોષી માઁ, અંબે માઁ , હરરિધ્ધી માઁ , લક્ષ્મી માઁ)

ધાર્મિક કાર્યક્રમ :

દર ચૈત્રમાસ માઁ માતાજી ના મંદિરે ભવ્ય ભંડારા નું આયોજન કરવા માં આવે છે. તેમાં હજારો ની સંખ્યા માં ભક્તો માતાજી ની મહા પ્રસાદી લેવા આવે છે તથા ભવ્ય લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવે છે. તથા વર્ષ દરમિયાન આવા ઘણા ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવે છે.

સીતામાના રૂપે દશામાઁના પરચ્યા:

સીતા માં જયારે આરતી ઉતારે ત્યારે તેમના જમણા હાથમાં દિવેટ મૂકી આરતી ઉતારતા હોય છે. ત્યારે તેમના જમણા હાથમાંથી કંકુ જરે છે. આ કંકુ નો પરચ્યો જોવા દૂર દૂર થી ભક્તો હજારો ની સંખ્યા માં રવિવારે અને મંગળવારે આરતી માં હાજર રહે છે. અને માતાજી ના આ અદ્ભૂત પરચ્યા જોઈને પોતાને ધન્ય અનુભવે છે. સીતા માઁ ના દર્શન કરવાથી નિઃસંતાન સ્ત્રી ને સંતાન રૂપી વરદાન, રોગી ઓના રોગ મટાડે, દુઃખી ઓ ના દુઃખ દૂર થાય છે.

દશા માઁ ના વ્રત માં દર વર્ષ જયારે સીતા માઁ દશા માઁ ની મૂર્તિ લેવા જાય ત્યારે તે દશા માઁ ની મૂર્તિ ને સીતા માઁ લાવવા માટે તૈયાર કરે ત્યાર થી જ મૂર્ત્તિ ની સાઢણી ની ડાબી આંખ માંથી ઘી ની ધારા વહેવાનું જોવા મળે છે. તેથી દરેક ભક્તો તેને જોઈને અચરજ પામે છે.

સીતામાના પરચ્યા:

ગામ દેવગઢ બારીયા ના સરપંચ નાનજીભાઈ પટેલ નો દીકરો કુવા માં પડી ગયેલ હતો. કોઈ ને પણ તે ઘટના ની જાન ન હતી। ત્યારે તે પુત્ર ને કુવા માંથી ઉંચકી ને બહાર કાઢ્યો ત્યારે તેમને કહ્યું કે હું વડોદરા વાળા સીતામા છું એમ કહીને અદ્રશ્ય થયી ગયા. આવા તેમના અનેક પરચ્યા છે. તે અપંગ લોકો ને ચાલતા કરે છે અને રોગી ઓના રોગ મટાડે છે. નિઃસંતાન ને સંતાન ની પ્રાપ્તિ કરાવે છે.